WhatsApp Group Join Now
Gujarat Tet-1 Exam 2025 : ધોરણ‌ 1 થી 5 માં શિક્ષક બનવાની ઉત્તમ તક 

રાજ્ય પરીક્ષા બોર્ડ (State examination board -seb) દ્વારા પ્રાથમિક શાળા માટે ધોરણ 1 થી 5 માટેની શિક્ષક યોગ્યતા કસોટી-1 ની પરીક્ષા ની જાહેરાત કરવામાં આવી છે.આ પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ વેબસાઇટ પરથી ભરી શકાશે.તો આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ જોઈએ.



ભરતી ની મહત્વની માહિતી :

સંસ્થા : રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)

જાહેરાત ક્રમાંક : Tet-1|2025|12028-12140

પોસ્ટ : શિક્ષક યોગ્યતા કસોટી (Tet-1)

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : www.ojas.gujarat.gov.in

•અરજી કરવાની અંતિમ તારીખ : 12 નવેમ્બર 2025 




આ ભરતી ની મહત્વની તારીખો :

ઓનલાઇન અરજી શરૂ તારીખ : 19 ઓક્ટોમ્બર 2025 
•અરજી કરવાની છેલ્લી તારીખ : 12 નવેમ્બર 2025 
•ફી ભરવાની છેલ્લી તારીખ : 14 નવેમ્બર 2025 






શૈક્ષણિક લાયકાત :

કોઈ પણ એક

1. સીનિયર સેકન્ડરી (અથવા સમકક્ષ) પરીક્ષા ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને સાથે 2 વર્ષનો D.El.Ed (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) પૂર્ણ કરેલો હોવો જોઈએ.

2. સીનિયર સેકન્ડરી (અથવા સમકક્ષ) પરીક્ષા ઓછામાં ઓછા 45% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને NCTE, 2002 ના નિયમો મુજબ 2 વર્ષનો D.El.Ed પૂર્ણ કરેલો હોવો જોઈએ.

3. સીનિયર સેકન્ડરી (અથવા સમકક્ષ) પરીક્ષા ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને સાથે 4 વર્ષનો B.El.Ed (બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન) કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ.

4. સ્નાતક (Graduation) ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ 2 વર્ષનો D.El.Ed (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) પૂર્ણ કરેલો હોવો જોઈએ.

5. સ્નાતક (Graduation) ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને સાથે B.Ed (બેચલર ઓફ એજ્યુકેશન) પૂર્ણ કરેલો હોવો જોઈએ.

(નોંધ: B.Ed ઉમેદવારને નિમણૂક પછી 6 મહિનાનો વિશેષ “બ્રિજ કોર્સ” પૂર્ણ કરવો ફરજિયાત છે.)

6. સીનિયર સેકન્ડરી (અથવા સમકક્ષ) ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને સાથે ડિપ્લોમા ઇન એજ્યુકેશન (વિશેષ શિક્ષણ) પૂર્ણ કરેલો હોવો જોઈએ.




પરીક્ષા ફી :

•જનરલ કેટેગરી - 350/-
•અનામત કેટેગરી - 250/-


પરીક્ષા પેટર્ન :

Tet-1 ની પરીક્ષા કુલ 150 ગુણ ની રહેશે.આ પરીક્ષા MCQ આધારિત છે. આ પરીક્ષા માં સમય 120 મિનિટ એટલે કે 2 કલાક છે.

  વિષય                                        ગુણ

•બાળ વિકાસ અને શિક્ષણ :             30
 ના સિંધાતો
•ગુજરાતી ભાષા :                           30
•અંગ્રેજી ભાષા :                             30
•ગણીત :                                      30
•પર્યાવરણ‌‌ શીક્ષણ :                        30




અરજી કરવાની રીત :

1. સૌપ્રથમ https://ojas.gujarat.gov.in પર જાઓ

2. અહીં "  Apply online " વિભાગમાં SEB દ્રારા બહાર પાડવામાં આવેલ  Tet-1 2025 ની જાહેરાત પર ક્લિક કરો

3. જરૂરી વિગતો ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી ફોર્મ પૂર્ણ કરો

4. ઓનલાઇન થી ફરો અને અરજી ફોર્મ સાચવો




ફુલ નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો